Monday, November 28, 2011

સ્ત્રી ના આંસુઓ પાછળ ની હકીકત..... "તું શા માટે રડી રહી છે?" બાળક એ એની માં ને પૂછ્યું? "કારણ કે હું એક સ્ત્રી છું". તેણે જવાબ આપ્યો. "હું સમજ્યો નહીં માં." તેની માં એ તેને ગાઢ આલિંગન માં લીધું અને કહ્યું... "અને તું કદી સમજી શકીશ પણ નહીં દીકરા...પણ કંઈ વાંધો નહીં....." પછી એ બાળક એ તેના પિતા ને પૂછ્યું, "માં વગર કારણે શા કારણે રડતી હોઈ છે?" "દરેક સ્ત્રીઓ વગર કારણે રડતી હોઈ છે." તેના પિતા ફક્ત એટલો જ જવાબ દઈ શક્યા. એ નાનો બાળક સમય જતા મોટો થયો, પુરુષ બન્યો, હજુ એજ વિસ્મય મા કે સ્ત્રીયો શા માટે રડે? છેવટે તેણે ભગવાન નો સંપર્ક સાધ્યો અને તેમના સંપર્ક મા આવતા તેમને પૂછ્યું "પ્રભુ, સ્ત્રીઓ એટલી સરળતા થી શું કારણે રડતી હોઈ છે? ભગવાન એ જવાબ આપ્યો..... "મેં જયારે સ્ત્રી ની રચના કરી, તે ખાસ રહે તેવું મેં નિશ્ચિત કર્યું. તેના ખંભા ને એટલા મજબુત બનાવ્યા કે, તે દુનિયાભર નો ભાર ઊંચકી શકે, વળી, એના બાહુ રાહત આપી શકે એટલા નમ્ર પણ બનાવ્યા... મેં તેને આંતરિક બળ આપ્યું, જેથી તે વેઠી શકે પ્રસવ કાળ, અને નાપસંદગી... જે તેની સામે અનેક વખત આવશે, તેના પોતાના બાળકો પાસે થી પણ... મેં તેને કઠ્ઠણપણું આપ્યું જે તેને તેના પરિવાર નું સતત ધ્યાન રાખવા અને તે સાથે જ હમેશાં સક્રિય રહેવાની તક આપે છે, ત્યારે પણ જયારે બીજા બધા હાર માની લે ત્યારે, માંદગી અને થકવી નાખે એવા કામ ના તાણ દરમિયાન પણ, અને તે પણ વગર કોઈ ફરિયાદ કર્યે... ગમે તેવી અને ગમે તે પરિસ્થિતિઓ માં તેના બાળકો ને પ્રેમ કરવાની મેં તેને સંવેદિતા આપી છે. અહી સુધી કે તેના બાળક એ તેને અત્યંત ઉત્કટપણે ઈજા પહોચાડી હોઈ ત્યારે પણ... તેની પાસે છે ખાસ દિવ્યશક્તિ, જે તેના નાના રડતા બાળક ને સારું લગાડે, અને કિશોરવય ના સંતાનો ની ચિંતા અને ડર ને કચડી નાખે... મેં તેને તાકાત આપી તેના પતિ ની કાળજી રાખવા, અનેક દોષ હોવા છતાં પણ, અને મેં તેની પાંસળીઓ ને વિશિષ્ઠ ઢબછબ થી બનાવી, તેના દિલ ના રક્ષણ માટે.... મેં તેને શાણપણ આપી જેથી તે જાણી શકે કે સારો પતિ તેની પત્ની ને કદી દુભાવતો નથી, પણ ક્યારેક તેના સામર્થ્ય ની પરીક્ષા લેતો હોય છે, અને વગર અચકાયે અને વગર અનાકાનીએ તેના સંકલ્પો ની પડખે ઉભો રહે.. આ બધા આકરા કાર્યો માટે, મેં તેને ઢાંકવા માટે અશ્રુ આપ્યા, એ તેના વાપરવા માટે છે, જયારે પણ જરૂર પડે, અને આ તેની એકમાત્ર નબળાઈ છે...... તમે તેને રડતા જુઓ ત્યારે, તેને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો, અને બધા માટે તે જે બધું કરે છે તેની માટે પણ. અને તે છતાં પણ જો તે રડતી હશે, તો તમે તેના હૃદય ને સંતોષ ની અનુભૂતિ આપી હશે.... તે વિશેષ છે, ખાસ છે...

No comments:

Post a Comment